એકજ રાહ.. Ekj Raah
M
0
Altın Yaprak
એકજ રાહ
મન છે ચપળ
પણ થઇ જાય વિહ્વળ
તે રહે હંમેશા અકળ
કરી દે ચિત્ત સામાને અને ના આવવા દે કળ।
આવા મન ને કેમે કરી કરું બંધન?
તેને કબુલ નથી રેહવું આધીન
મારે એને કરવું જ રહ્યું પરાધીન
કહયા માં રહે અને સ્વીકારે વચન।
મન ને રેઢું ના મુકાય
જો રાખો ચંચળ તો શરીર સુકાય
સાત સમુદ્ર પાર કરી આવે
દરેક વાર ચિંતા નો વિષય લાવે।
મન માને નહિ અને આંખો છુપાવે નહિ
વરસાદ ના પાણી કદી નેવે ચડે જ નહિ
વિચિત્ર દશા અને ગૂઢ મનોમંથન
પણ શું થાય આપી દીધું છે વચન?
મન વારંવાર મથે
વિચારો ના તાંતણે પ્રણય દ્રશ્યો ગૂંથે
ખરી પડે અભાન અવસ્થા માં
પણ ચિંતન જરૂર કરે આસ્થા માં।
મનોદશા બેઉ બાજુ એક
વિચારો હોય અનેક
એકજ ઉદ્દેશ અને એકજ રાહ
એક બીજા ને જુએ અને ભરે આહ।
Bu şiiri puanla
Henüz puan verilmemiş