ગાઈએ 'જન ગણ મન ' Gaaeye
M
0
Altın Yaprak
ગાઈએ 'જન ગણ મન '
આતો છે ગગન વિશાળ
આપણે બધા એના બાળ
કરીએ એનું જતન
મરી ફિટિએ લુટાવી મન, ધન અને તન।
કેવો મળ્યો છે સુંદર વારસો
સુંદર ધરતી અને તેમાં વસતા માણસો
સૌદર્ય અને પ્રાકૃતિક સાધનો અપાર
આવી ધરતી નો છે આપણા ઉપર ઉપકાર।
સંબંધો બાંધવા કે પછી તેને વિચ્છેદવા!
બાગવાન થઇ ને છોડવાઓને ઉછેરવા
કે પછી તેનું નિકંદન કાઢવા
આવા જીવન નું આપણે સર્જાયા છીએ મહત્વ સમજવા।
ખાલી માળા જપવાથી સ્વર્ગ નહિ મળે
તિરસ્કાર કરવાથી જન્મારો જશે એળે
હળી મળી ને રહેવાથી વધશે ભાઈચારો
આજ તો છે જીવન નો મર્મ યારો।
શૂન્યતા નું સર્જન હોઈ જ ના શકે!
આપણા માં એમ કરવાનું સામર્થ્ય જ ના હોઈ શકે
'હા પસ્તાવો વિપુલ ઝરણું ' એજ ઉક્તિ સાર્થક
બાકી જીવન નો ઉદ્દેશ અને વાણી બધુજ નિરર્થક।
આપણે બધા જોડાયા મધુર વાણી ને તાંતણે
સંબંધ બાંધી ને ગાડા ને ખેંચ્યું જાણે
અતૂટ સંબંધ ભવેભવ નો સર્જાયો
કોઈ થયો માડીજાયો તો કોઈ થયો કનૈયો।
આનુ જ થવું જોઈએ કાળજીપૂર્વક જતન
જેમ આપણે રાખીએ છીએ પ્રેમાળ વર્તન
ચાહીએ છીએ દિલથી અને કરીએ સમર્પિત તન
આજ તો છે સમય આપણે બાંધીએ અને ગાઈએ 'જન ગણ મન '
Bu şiiri puanla
Henüz puan verilmemiş