ગાવા છે મારે ગુણગાન Gavaa Chhe
M
0
Altın Yaprak
ગાવા છે મારે ગુણગાન
ગાવા છે મારે ગુણગાન
ઘર ને કરવું છે રંગરોગાન
નવા વાઘા પહેરાવવા છે
પ્રેમ અને અહિંસા ના મણકા પરોવવા છે।
કંઠસ્થ છે મને પ્રશસ્તિ ગાન
કેમે કરીને માનું પાડ કે અહેસાન?
આપણે તો હાડમાંસ ના માનવી
માટીમાં થી ઉભરેલા નવા કસબી।
ભૂલ્યા જરાપણ નથી
જવાનું છે તેની પણ શંકા નથી
પણ અહોભાગ્ય પ્રભુ કે આપે વિચારવાનું અમોઘ શાસ્ત્ર આપ્યું છે
આપના ચરણ માં વંદન કરવા નું એક બ્રહ્માસ્ત્ર પણ આપ્યું છે।
'કરીશું તો પામીશું ' એ ઉક્તિ ને વળગી રહ્યા છીએ
'દાન અને ભક્તિ' ના મહિમા ને વખાણી રહ્યા છીએ
નથી કરતા વંદન કોઈ ખજાના ની શોધ માટે
કરવોછે આત્મસાત બીજાની મદદ માટે।
મને મળ્યું છે વરદાન આપના આશીર્વાદ થી
ભક્તિ અને સાધના થઇ છે નિર્વિવાદ થી
ખુજ સંતોષ છે જીવન ના આ પડાવ થી
ખુબજ સિંચિત થયો છે જીવ પ્રેમ ના વહાવ થી।
પ્રભુ પસ્તાવું ઝરણું તો વહાવ્યું
હવે અમીકુંજ માટે મન છે મોહ્યુ
કરવા દો, અને શક્તિ પણ આપો ને
માણસ નું દુઃખ સમજી શકીએ એવી ઘૂંટી આપોને।
Bu şiiri puanla
Henüz puan verilmemiş