જગત ના નાથ... Jagat
M
0
Altın Yaprak
જગત ના નાથ
ગુરુવાર,20 ડિસેમ્બર 2018
દીકરા મન કપાઈ જાય છે
મન માં ઘણા ઘણા વિચાર આવી જાયછે
દુઃખી મન વધારે ખિન્ન થઇ જાય છે
"તને વિદાય કરવાની વેળા"નો ખ્યાલ માત્ર ધ્રુજાવી જાય છે।
નથી આપી શક્યો તને સુખ ની વેળા
તારા મન માં કેટલા કેટલા આવતા દુઃખ ના ઓળા
તું નિસાસોનાખતી આપણી દશા જોઈ ને
હું પણ સમસમી જતો અવદશા ને અનુભવી ને।
તારી મા પણ તને અનિમેષ નજરે જોતી
તારા હાથ પીળા કરવાના સપના જોતી
હું બધું સમજતો, પણ લાચાર રહેતો
મન માં ને મન માં જાત ને કોસતો રહેતો।
પણ તુ હતી વહાલ નો દરિયો
હું એમાં ડૂબી જતો અને રહેતો દુઃખ ભુલીયો
"ના મારી દીકરી ને હું સોના થી મઢી ને મોકલીશ "
મારા હૃદય ના ધબકાર ને હું પ્રેમ થી વિદાય કરીશ।
દિકરી તો મારા પાનખર ની એક આખરી આશા
તને કેમ કરી ને હું અનુભવું નિરાશા?
ભલે મારે બાથ ભીડવી પડે જગત ના નાથ!
પણ દીકરી તો જશે સારા સંભારણા ને સાથ।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş