છોકરા આનંદકિલ્લોલ કરે Chhokra
M
0
Altın Yaprak
છોકરા આનંદકિલ્લોલ કરે
સહનશીલતા
એજ છે તમારી શાલીનતા
ચૂપ રહી ને પણ દેખાડો છો માનવતા
દેવો ને પણ દુર્લભ એવી ગુણવત્તા।
આપણે રડી પણ લઈ એ એકવાર
પ્રભુ ને પૂછીએ વારંવાર
પછી ના હોય ઘર માં કકળાટ કે તકરાર
કરવી પડે સમજૂતી અને એકરાર।
જે છે કિસ્મત માં એજ મળવાનું
ના મળવાનુ બાકી બધું બહાનું
મન ને મનાવવાનું અને જોવાનું
કેટલું રહેશે હજી પીડાવાનું?
અત્યારે આપણે સુખે થી વખત પસાર કરીએ છીએ
પ્રભુ ની ભક્તિ અને દાનપુણ્ય પણ કરીએ છીએ
પણ વિચારો જેઓ ભૂખે સુઈ જાય છે?
ધરતી તેમની પથારી થઇ જાય છે।
'સુરજ દેવતા મહેર તો કરશે જ '
ઘરમાં ઐશ્વર્યા ના પાથરણા કરશેજ
આજ છે લોકો માં ધારણા અને વિશ્વાસ
પણ પછી જરૂર નાખી દેશે થોડો શ્વાસ
સાચી વાત છે
કોઈ ના પુણ્ય થી જ આપણો ઉદય છે
ઘર માં જાહોજલાલી છે
ઘર ભર્યુંભાદર્યું છે અને છોકરા આનંદકિલ્લોલ કરે છે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş