જન્મારો દીપ સમો Janmaaro
M
0
Altın Yaprak
જન્મારો દીપ સમો
કોને ગણવી ભૂલો
આવો બચાવ જ છે લૂલો
કોઈ કહે છે 'હેલો'
પછી પીએ છે પેમ નો પ્યાલો।
શા માટે પ્રેમ ને અવગણવો!
તેનો અણસાર છે વરવો
મયુર જેમ પાંખ પસારી ને નાચ કરે
પ્રેમ પણ આંખો માં મદ લાવે ને સંકોચ ના કરે।
પ્રેમ એ તો પ્રભુ નું વરદાન
મીરા થઇ ગયા મહાન
એમનો પ્રેમ તો પ્રભુ ને સમર્પિત હતો
પણ સંદેશો તો એકજ હતો।
પ્રેમ વગર જીવન નિરસ અને નિસ્તેજ
મુખ પર હોય વિશાદ ના વાદળ અને ના હોય તેજ
જીવન માં કૈક ખૂટતું હોય તેવો આભાસ થાય
કૈક નવું કરવાનું સાહસ જ ના થાય।
પ્રેમ ને ગણો કે અવગણો
તેને વખોડો કે વખાણો
જેના જીવન માં તે દિલ થી સમાણો
તો સમજો કે જન્મારો દીપ સમો દેખાણો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş