ખાલી અનુભવ કર્યો સગાનો... Khali Aaaanubhav
M
0
Altın Yaprak
ખાલી અનુભવ કર્યો સગાનો
દિલ માં જલન છે
અને મનમાં અગન છે
રેહ્વાતું નથી અને સેહવાતું પણ નથી
સ્વભાવ જ એવો થઇ ગયો છે કે પરખાતુ પણ નથી।
મનુંભાઈ ના ઘરે ગાડી આવી
કનુભાઈ ના ઘરે લાડી આવી
સાડીઓનો જાણે ભંડાર લાવી
સુંદરતા ની જાણે બહાર લાવી।
પણ આતો કેવું થયું!
આખું ગામ જાણે ગાંડું થયું
મહાલવાનું હતું બીજાઓને
પણ પાનો ચડી ગયો અમોને।
જાન ની જોડે અમે જોડાઈ ગયા
ગુપ બનાવી ને ફંટાઈ ગયા
કોઈ કોઈ બેન્ડવાજા ની આગળ નાચવા લાગ્યા
અમે બધા સુંદર કન્યાઓને નિહાળવા લાગ્યા।
આંખોમા નશો ચડવા લાગ્યો
મન માં પ્લાન રચવા લાગ્યો
આની જોડે કે પેલી રૂપાળી જોડે
પેલી જાડી જોડે કે પછી પાતળી સંગે।
હું તો સપનો ની નગરી માં મહાલતો હતો
પલકો ને જરા પણ મટકું મારવાનો સમય નહોતો
પણ આતો બીજાની જાન માં થયા ઘેલાભાઈ દિવાના
બસ ખાલી મરવાના સૌગંધ જ બાકી હતા લેવના।
અરે ભાઈ હું તો ગયો વારી
લળી લલી ને લીધા ઓવારણા ખાલી
ખુબ મજાનો પ્રસંગ હતો, પણ બીજાનો
અમે તો ખાલી અનુભવ કર્યો સગાનો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş