ખાટી અને મીઠી.. Khati
M
0
Altın Yaprak
ખાટી અને મીઠી
શુક્રવાર,23 જુલાઈ 2021
કોની કોની વાત તમને કરું?
ક્યાંથી થઇ જાઉં શરુ?
વાતો છે તમારી અને મારી
જિંદગી માં ખાટી અને મીઠી!
સારા થઈને રેહવામા કઈ મુશ્કેલી નથી
મન ની વાત કેહવામાં કોઈ અડચણ નથી
પણ એનો ભાવાર્થ ના સમકો તો મુશ્કેલી
મન ને ભુલાવી દે એટલી નથી સહેલી
કટુ શબ્દો બોલવા એટલે મન માં ચાલી રહેલો વિપ્લવ
ના છોડે કોઈ સગાને કે પછી હોય બાંધવ
એનું કારણ છે માયા પ્રત્યે નો લગાવ
માનો ઉદ્વેગ અને એ બાજુ નો વહાવ
સારા હોવું અને સારા દેખાવું
મન માં ને મન માં હરખાવું
પારકા પ્રત્યે સ્નેહ ને દર્શાવું
આજ છે જિંદગી નું રૂપ વરવું
કોઈ પૈસા નો ખર્ચો નહિ
કોઈ તાકાત નો પરચો નહિ
મન માં રાખેલી કોઈ વાતનો અપચો નહિ
જીવન નો મર્મ અને સાચો અર્થ અહીં
સારી ભાવના છે તો સારા જ રહો
મન ની વાત ખુલ્લા દિલ થી કહો
આશા ના રાખો કે તમે માફ થઈજ જશો
પણ મન નો મેલ તો જરૂર થી ધોઈ શકશો
ગુસ્સા થી વાત કરી ઉભરો તો સમાવી દેશો
પણ બીજાના દિલ માં કચવાટ ઉભો કરી દેશો
આવવા કેટલા કેટલા પ્રસંગો નો તમે સામનો કરશો?
ઘણાજ બહાદુર હોવા છતાં તમે મન થી ભાંગી જશો
નથી આ વાત તત્વચિંતન ની કે શિખામણ ની
આ તો છે મિથ્યાવાણી વર્તન ની
જો તેને કાબુ કરીલો તો સમજો કે તમે વિષપાન કરી લીધું
પણ તેમ કરી અમૃતપાન બિજાને દીધું
ડૉ હસમુખભાઈ મેહતા
સાહિત્યિકી
Bu şiiri puanla
Henüz puan verilmemiş