ખુબજ આનંદ છે Khubaj
M
0
Altın Yaprak
ખુબજ આનંદ છે
દાદા ની દીકરી
સામેજ મોટી કરી
વહાલ વરસાવ્યા
અને હવે વિદાય ના દિવસો આવ્યા।
'હું હવે થાક્યો ' તે ધીમે થી બોલ્યા
મને પણ લાગ્યું તેઓ છે હલ્યા
લાંબો સમય વીતી ગયો જોતજોતા માં
બધા મોટા થઈ ગયા રાત રાત માં।
અમે બધા હવે પ્રયાણ ભણી
ખુબ મહેનત અને અથાગ પ્રયાસ કરી
"વાવ્યું ઝાડ પ્રેમ નું" અને હવે મારે જ જોવાનું
મારી પોતરી ને સાસરે વળાવવાનું।
'હસમુખ' જુના દિવસો ગયા
મને તેમના સંઘર્ષ ના દિવસો યાદ આવ્યા
અમેરિકન પેટન્ટ ના પેન્ટ અને શર્ટ
અમે બધા લાગતા ખુબજ સ્માર્ટ।
એમનો પરસેવો છે
અને આજે ઘેઘુર વડલો છે
ખુબજ આનંદ છે ચેહરા પર
આંસુ છે અને આનંદ પણ બધાથી ઉપર।
Bu şiiri puanla
Henüz puan verilmemiş