ખુશી છે તારી વાહવાહ માંKhushi Chhe
M
0
Altın Yaprak
ખુશી છે તારી વાહવાહ માં
તારું આ બાળપણ
અમાંરું સુખદ સંસ્મરણ
રહેશે યાદ સદા
ચારે બાજુએ અને સર્વદા।
અમારા બાગ મા ખીલેલ
સમય પણ યાદ નથી વીતેલ
તું કરતી હતી કિલ્લોલ
જેમ નાની ફરતી રહેલ એક doll.
અમારી આંખની કીકી
તરી વાણી લાગે મીઠી મીઠી
સમય નું અમને ભાન જ ના રહે
તું સદા રમતી અને હસતી જ રહે.
અમારી કોઈ યાદગીરી નથી
પણ તારું બાળપણ જ અમારું રહ્યું સાથી
મન હવે માંનતુ જ નથી
દિલ પણ ભાર ખમતું નથી।
રહેશે યાદ સદા જયારે મયુરી સાદ દ્દેશે
તારી મલકાટ નું રહસ્ય સદા યાદ રહેશે
થતી મુઝવણ ને તું રોકી દેતી હતી
'તારું હસવું અને કાલુ બોલવું ' બધું ભુલાવી દેતી હતી।
અમે રહીશું સદા આનંદિત તને જોઈ ને
જીવન પણ વીતી જશે તને યાદ હમેશા કરીને
તું રહે સદા પલ્લવિત જીવન ના આ પ્રવાહ માં
અમારું આજ છે પણ ખુશી છે તારી વાહવાહ માં।
Bu şiiri puanla
Henüz puan verilmemiş