કોને આપશું શ્રેય Kone Aapshun

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
કોને આપશું શ્રેય હું વાંચું છું અને સાંભળું પણ છું ઘણી મોટી મોટી વાતો મને શરમ આવેછે અને લાગે છે ગધેડા ની લાતો। લોકો ને કેમ આનંદ આવતો હશે આ અહમ એમનો ક્યારે તૂટશે! એવો શો ભરમ છે કે જે તેમને પ્રેરે છે શા માટે આવો આડંબર તેમને ઉત્સાહિત કરે છે? 'મારો દીકરો અને દીકરી અમેરિકા છે' 'જમાઈ પણ ત્યાંજ સ્થાયી થયા છે' 'પૈસો પુષ્કળ પણ સાલું આપણ ને ના ફાવે' આપણ ને તો આપણું વતન જ યાદ આવે। આટલું કહેતા કહેતા તેમને ડૂમો ભરાઈ આવે 'છોકરો અને વહું' નું નામ લેતાંજ જાણે કરંટ લાગે આંખોમાં ઝળઝળિયાં આવી જાય પણ વાત કેમ કરીને બહાર જાય! આવું દુઃખ કે સુખ ગમગીન કરી જાય તેમ ને કેમ સાચવવા તેનો ચિતાર આપી જાય આજે ભૌતિક યોગ અનેં યુગ ચરમ સીમા પાર છે આવે સમયે ચર્ચા સમજ થી પર છે। મને લોકો ની વાતો નથી ગમતી તેવું નથી હું સાંભળું છે ' એન્જીનીયર હોંટેલ માં વાસણો ધોવે છે લોકો પૈસા ખાતર કોઈ પણ કામ માટે શરમ અનુભવતા નથી આવા લોકો ભારત માં આવતા ની સાથે ધન્યતા ભેર શરમ થી શરમાતા નથી। 'હું માનવ થાઉં તો પણ ઘણું' જુની સ્કૂલ સમય ની પંક્તિ યાદ આવે છે પણ આ બધું બીજા ને સમજાવવા માટે પ્રયોગ માત્ર છે 'પૈસો સે મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ 'જીવન નું એક માત્ર ધ્યેય આપણે આ બધાનો કોને આપશું શ્રેય?

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.