કેટલો બધો ઠઠારો Ketlo Badho
M
0
Altın Yaprak
કેટલો બધો ઠઠારો
કોઈ જવાનીયા ને માથે ગુચ્છો
કોઈ ની લટો માં જાણે માધુપુડો
માલગાડી જવા માટે જાને રેલ્વે ટ્રેક
માથા ની ખુબસુરતી માટે જાત જાત ની ટ્રીક।
'હા ભાઈ હા' જમાનો તમારો
મારો હવે ખસવાનો આવ્યો વારો
છોકરાઓ ને લાગ્યો ચસ્કો મેકઅપ કરાવવાનો
માથે મોબાઈલ અને સંગીત સાંભળવાનો।
મારા આસપાસ ના ગામો માં કુંવારાઓ નો ફાટ્યો છે રાફડો
છોકરીઓ ને નથી ગમતો સ્વરૂપવાન અને ફૂટડો
અમદાવાદ કે પછી મુંબઈ માં રહેતો હોય તો ચાલે
પણ ગામડું તો બિલકુલ જ ના ચાલે।
'શું ભવિષ્ય છે આજકાલ ગામડામાં'
દરેક કન્યાઓનો જવાબ છે ના માં
શહેર માં ભણતર છે અને સાથે રોજગાર
ગામડા માં છે સંકુચિત વિચાર અને લોકો છે બેકાર।
જમાનો બદલાઈ ગયો છે
છોકરાઓ નો અભિગમ માં- બાપ પ્રત્યે બદલાઈ ગયો છે
આજકાલ તેમ ના હાલ સમાજપર પસ્તાળ પાડે છે
નાછૂટકે પણ આપણે આંખો બંધ કરીએ એ પણ નડે છે।
આ જે કેટલો બધો છે ઠઠારો
ભભકો અને લાઈટો નો ઝબકારો
કેટલો બધો પૈસા નો ધુમાડો?
પણ પ્રસંગ તો છે જ રૂડો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş