માનવ સ્વભાવ.. Maanav
M
0
Altın Yaprak
માનવ સ્વભાવ
'અંગુલિમાન ને સાધુ મહારાજે પૂછયું '
શા માટે તમારે લોકો ને લૂંટવું પડયું?
તમારા ઘરના સભો તમારા પાપ માં ભાગીદાર છે?
અંગુલિમાન ના મન માં આનો મોટો સંશય ઊબો થાય છે
'શું તમે મારા આ કાર્ય માં ભાગીદાર છે '?
'આ તમારી ફરજ નો એક ભાગ છે '
અમારુ રક્ષણ એજ તમારો ઉદ્દેશ હોવો જોઈએ
તમે કોઈપણ કામ કરો પણ અમને સુરક્ષિત રાખવા જોઈએ।
આવો ઉત્તર સાંભળીને તેના પગ નીચે ની ધરતી સરકી ગઈ
ફરી ગયો દોડતો અને સાધુ મહારાજ ના પગે પડી માફી માગી
પ્રભુ, આજે મને ખરું જ્ઞાન લાધ્યું
કુટુંબ પ્રત્યે ની મારી ફરજ ખરી પણ તેમના જવાબે મારા અભિમાન ને વીંધ્યું।
માણસો માં અકલ્પ્ય શક્તિ નો ભંડાર હોય છે
બસ તેને ઉજાગર કરવાની એક જરૂરત હોય છે
જ્યારે સમય આવે ત્યાર જલ્લાદ પણ માનવતા ને હ્રદય મા વસાવે છે
જેમ આસમાન માં વર્ષા ના વાદળો અમી છાંટણા કરે છે।
આપણે પણ પરગજુ બની ને સંસાર સમક્ષ રજુ થઈએ
કુળ ની આવશ્યકતા નથી પણ પોતા ને બદલી ને બતાવીએ
'જન્મ અને મરણ' ક્ષણિક અને ક્ષણભંગુર છે
માનવ સ્વભાવ ને આ ગુણપર ગુરુર છે
Bu şiiri puanla
Henüz puan verilmemiş