માનવતા ના મહેકે તો Maanvtaa
M
0
Altın Yaprak
માનવતા ના મહેકે તો
જીવવું સાથે સાથે
મોટ ભમે છે દરેક ને માથે
મળ્યો છે જન્મારો
અને સાથે છે સથવારો।
સાથે સાથે રખડ્યા
કેટલીય વાર બાખડ્યા
ખબર પડી એટલે સાથે બેસી ને રડયા
પણ સાથ ના છોડ્યો અને સાથે રહયા।
આવા જીવન ની કલ્પના
મૂર્તિમંત કરવા સપના
બધાનો સંગાથ હોય જીવનભર
પણ મૃત્યુ છોડી જાય અવિસ્મરણીય કસર।
કઈંક ઊંડે ઊંડે રંજ છે
દિવસ ને અંતે સાંજ છે
સરવૈયું માંડું તો બ્રહ્માંડ નો આનંદ છે
"ભગીરથ પ્રયાસ" એતો જીવન માં વિનોદ નું સ્થાન છે।
અવિસ્મરણીય યાદો મન ને ઘણીવાર કોતરી ખાય છે
મૂકે છે સ્મૃતિપટલ પર વારંવાર અને ચિત્ર પણ ચીતરી જાય છે
આવા આ ધરતી ના કોઈક ખૂણા માં જીવન વહે જાય છે
મિત્રો મળે છે ઘણા અને કોઈ ઉમેરાય તો ઘણા ઓછા પણ થઇ જાય છે।
નથી કરવો કોઈ વિખવાદ
કે નથી યોજવો કોઈ સંવાદ
ના હોય કોઈ સ્થાન વાદવિવાદ માટે
જીવન તો આપણા માટે જ છે અને તે પણ જીવવા માટે।
ફેલાવો માટી જોડે સુગંધ તો જાણું
તેને અર્પિદો એક નવું ઉખાણું
માનવતા ના મહેકે તો મને કોરડા મારજો
પણ જીવન ની પરખ થાય તો ઠેકડા પણ મારજો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş