મારો દોકરો બહાદુર છેMaaro
M
0
Altın Yaprak
મારો દોકરો બહાદુર છે
સોમવાર,18 જૂન 2018
મારા બાપા બધા થી મોટા
બધા તેમને કહે ભાભા
માથે વટદાર પાઘડી
તમે તેમને જોતા રહી બે ઘડી।
દુનિયાદારી માં કહો તો ફક્ત સાચવેવહેવાર
કોઈના પૈસા દેવા ના બાકી હોય તો ચિંતા કરે વારંવાર
મરણપ્રસંગે હાજરી ચોક્કસપણે હોય
મને વારેવારે યાદ દેવડાવતાજ હોય।
ખુબજ ગરીબાઈ થી જીવતર વિતાવ્યું
પણ અમને કદી ના બતાવ્યું
ભલે કદી શોખ ના પુરા કર્યા
પણ સારૂ ખવડાવવા માટે કદી ના નકાર્યા।
"ના મારા માં-બાપ ને હું તકલીફ નહિ પડવા દઉં"
નાનો હોવા છતાં હું એમની પડખે જ ઉભો હોઉં
એમને ને થતો અન્યાય જોઈ હું સમસમી ઉઠતો
વેર ની ચિનગારીઓ ઉઠતી પણ હુંતેને શમાવી દેતો।
મને દેશ માટે કૈંક કરી છૂટવાની ઘણી તમન્ના અને મનસા
બસ આવી ગયો ભાવ આમજ સહસા
પણ અમારી ગરીબ તરીકે ની છાપ ભૂંસાઈ ગઈ
દેશ માટે નું ગૌરવ અને નામના પણ અપાવી ગઈ।
આજે મને એમ થાય કે બાપા જીવતા હોત તો
માં મને નીરખી ને કેટલી રાજી થતી હોત
હું રજાપરઘેર આવું ત્યારે બહાર વાટ જોતી ઉભી હોય
હું તેને ભેટી ને જાણે સ્વર્ગ નો આનંદ માણતો હોય।
આજે બધું છે પણ તેઓ નથી
હૂં કેટલું બધું પામ્યો તેમના થી?
ભલે ગરીબ હતા પણ ઉચ્ચ સંસ્કાર આપ્યા
ભલે તેમને સહન કર્યું પણ હમોને તો સુખના જ આશિર્વાદ આપ્યા।
માં એ કદી ના માગ્યું
બાપાએ કદી ના પૂછયું
માં ના આંખ માં સદા સુખ નો અનુભવ કર્યો
"તારો દોકરો બહાદુર છે" લોકો ની લાગણી થી મને સાર્થક કરાવ્યો।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş