મારું મન લાગ્યુMaaru Man
M
0
Altın Yaprak
મન લાગ્યુ ગરીબી માં
મારું મન લાગ્યુ ગરીબી માં!
શુંસુખ છે અમીરી માં?
પૈસા જાય બીમારી માં
સંતા નો રાખે ચિંતા માં।... મારું મન લાગ્યુ
ગરીબી માં વિચારો આવે
પણ નીદર સુખની પાવે
શરીર નિરોગી રહે
ધરતી પણ ઉપકાર કરે।... મારું મન લાગ્યુ
સવાર નું વાળું મળી જાય
પછી ચિંતા કેમે થાય?
જો મન માં વિશાદ ના હોય
પછી મધુપ્રમેહ કે બીજા રોગો કેમે હોય! ...મારું મન લાગ્યુ
સમાજ માં ઈજ્જત પણ થાય
ચારેકોર વાહવાહ પણ થાય
હાથ ભીંસમાં જરૂર થી રહે
પણ કામ ફટાફટ થાય।...મારું મન લાગ્યુ
હરિ નો હાથ માથે મુકાઈજાય
તો ગરીબ ની હાય અફળ ના જાય
લોઢું પણ બળી ને ભસ્મ થઇ થાય
આખો જન્મારો દુઃખ થી પસાર થાય।...મારું મન લાગ્યુ
ભજન નું ટાણું સુખે થી મળી જાય
પુકારો કરો પ્રેમ થી, હરિદર્શન થઇ જાય
જન્મ મળ્યો છે માનવ નો
ભવસાગર તરી જવાય।...મારું મન લાગ્યુ
સુખ થી ઘૂઘવતો સાગર
માનવતા થી મહેકતો ભાવસાગર
તરવું ઘણું આસાન છે
તારવું ઈશ નુ, મહાન દાન છે।... મારુ મન લાગ્યુ
Bu şiiri puanla
Henüz puan verilmemiş