મારી લાગણીઓ..... Mari
M
0
Altın Yaprak
મારી લાગણીઓ
શનિવાર,4 ઓગસ્ટ 2018
તારુંને મારું કરતા કરતા
જીવ આરે આવ્યો ફરતા ફરતા
સુખ ના ભોગવ્યું ચિંતા કરતા
દાન પણ ના કર્યું મરતા મરતા।
કેટલી કેટલી જીજીવિષા
કેટલા કેટલા અભરખા
પણ પડી ગયા પાછળ થી વખા
જીવન માં કેટલા બધા હતા ડખા?
ના કર્યા યાદ આદ્યદેવ
નકાર્યા અને અવગણ્યા સદૈવ
મારો સંકુચિત હતો જ જીવ
સજીવ તો હતો પણ રહ્યો નિર્જીવ।
મારી સમસ્યા છે માનવસર્જિત
બસ રસ હતો ખાલી ધન કરવા ઉપાર્જિત
રહી ઘણો અળખામણો અને ચર્ચિત
પણ હું કદી ના થયો ચિંતિત।
જીવન જીવવા મળે એટલું જ ઘણું
બીજા બધાનું કદ મને લાગતું વામણું
મારુ વદન હતૂ સુંદર અને સોહામણું
વ્યક્તિત્વ પણ આકર્ષક અને લોભામણું।
આવા વિચારો હવે મને લાગ્યા નિરર્થક
મેં કશું ના કર્યુ સાર્થક
ના બન્યો સાધક
કે ના સારો વિચારક।
એક વાતનો આનંદ છે
હું ના હતો સ્વછંદ
કે ના હતો લંપટ
મન માં કદી ના ધર્યું કપટ।
સ્વર્ગ ની તો કલ્પના ના કરી શકું
અને એવું પણ નથી કે હું સામનો ના કરી શકું
જે છે તે સ્વચ્છ, નિર્મળ અને વહેતા નીર સમાન છે
મારી લાગણીઓ ને વ્યક્ત કરવા પૂરતું સભાન છે।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş