મારો અભિપ્રાય Maro
M
0
Altın Yaprak
મારો અભિપ્રાય
બધુજ છે મારી દુનિયા માં
પુસ્તકો છે, હું છું અને રાચું છું સપના માં
મને કેમ સાહિત્યિક વિચારો આવતા નથી?
મારા વિચારો કેમ મૂર્તિમંત થતા નથી?
મારે મારો અભિગમ બદલવો રહ્યો
'જે વિદ્યાની અધ્યાતરી છે' તેને ભજવો જ રહ્યો
'પૈસા થી બધુજ ખરીદાય' પણ વિદ્યા તો મળવીજ રહી
'બસ મળે થોડા આશીર્વાદ' તેની સાધના કરવીજ રહી।
વાલિયો વાલ્મિકી બની શકતો હોય
કાળીયો મહાકવિ કાલિદાસ બની શંકતો હોય
તો હું પણ બનીજ શકું
એ માટે નું આહવાહન જરૂર થી આપી શકું।
પણ મારી વિદ્યા નો ઉપયોગ કોના માટે?
સમાજ ના તરછોડાએલા વર્ગ લોકો સાટૅ
તેમના આંસુ લુછવા માટે
તેમની ખબરઅંતર લેવા માટે।
મારું જ્ઞાન પુસ્તકો પુરતું સીમિત ના રહે
તે માટે કાળજી રાખીશ અનેજોઈશ કે મનમા રહે
કોઈ નું અપમાન ના થાય, શાંતિ ના જોખમાય
સર્વધર્મ નું અક્ષરોપણ થાય તેજ હોય મારો અભિપ્રાય।
Bu şiiri puanla
Henüz puan verilmemiş