ના રાખ કોઈપણ અંદેશ Na Rakh
M
0
Altın Yaprak
ના રાખ કોઈપણ અંદેશ
વાત્સલ્ય નો ધોધ
કોણે કરી હશે એની શોધ?
એનો જરાપણ સ્પર્શ
લાવે અશ્રુ સહર્ષ।
સહજતા માં મળે તો દરકાર નહી
પરવશતા માં મળે તો અહંકાર નહી
મન મારી ને મળે તો સહકાર નહી
વિચારી ને કલ્પના કરો તો કોઈ આકાર નહિ।
આંખોમાં થી ટપકતો જુઓ એટલે દર્શન થાય
માં બાપ ની યાદ આવે અને તાદ્રશ્ય અનુભાવ થાય
મન માં ડૂમો ભરાઈ આવે અને ગળગળા થઇ જવાય
'એનો શ્રોત અને વહેવાની કલા' માનવજીવન ની મોંઘી ભેટ કહેવાય।
લખતા લખતા અકલ્પિત આંસુ દોડી આવે
આંખ ભીની થઇ જાય અને માનો ચહેરો શોધી લાવે
માને જોઈજ ના હોયતો કેવી બધી કલ્પના ઓ થઇ જાય
પિતાજી નો પણ આભાર વ્યક્ત કરતાં તો ફસડી જ પડાય।
આજે કોઈ વિરલા ની વાત આવે એટલે મન માં લાગણી ઉદભવે જ
સંવેદના ના સુર આપણા કોમળ હૃદય માં આવે જ
આજ છે જીવન અને પરમાત્મા નો સંદેશ
'હું જ વસું છું વત્સ અહિંયા' ના રાખ તેનો કોઈપણ અંદેશ
Bu şiiri puanla
Henüz puan verilmemiş