નાં મારેતો બુલેટ જ જોઈએ Naa Mare To
M
0
Altın Yaprak
નાં મારેતો બુલેટ જ જોઈએ
અમારા ઘરમાં એક જ વિવાદ
લાવ્યો ઘેરો વિશાદ
યુવાન બેટા એ જીદ પકડી
નાં મારે તો જોઈએ બાંઈક અબઘડી।
બધા જ બુલેટ ના વિરોધી
પણ દીકરો થઇ જાય તરતજ ક્રોધી
છોકરાઓ કહે ' પાપા બાઈક છે વજનદાર '
તમારો થઇ જશે શ્વાસ અંદર બહાર। .
બધાનો વિરોધ ચાલુ
મને પણ થયું સાલું
રખે ને કૈક નવાજુની થઇ જાય
તો બાજી હાથ થી ચાલી જાય।
સૈનિક ને થોડી ક ભાવ માં રાહત મળે
દીકરાનો પ્રયાસ ના ગયો એળે
અમોએ રજામંદી આપી
દીકરા ને જાણે સ્વપ્નની ચાવી હાથ લાગી।
ભાઈ બાઈક ને કિક મારે એટલે 'ગુડગુડ' બોલતી થાય
હવામાં ઉડે અને: અમને સફાળા ઉભા કરતી થાય
ચાલો અમોને જીવ માં જીવ આવ્યો
ગગો હરખ મા ને હરખ મા વાત કરતો તો થયો।
અમે બાઈક ને 'માણકી' કહીને બોલાવીએ
ભાઈ ને ઘણીવાર ટીખળ કરીને રમુજ થી ચીડવીએ
પણ અંત સારો હોવાથી મન માં સંતોષ પામીએ
હરરોજ પ્રાર્થના કરીએ અને સુખાકારી માટે વિરમીએ।
સંતાન ની જીદ ઘણીવાર જીવલેણ સાબિત થાય
આપણ ને અસ્તિત્વ જોખમ માં મુક્તી હોય તેમ આભાસ થાય
'સવાર નું વહાણું ખરાબ સમાચાર ના લાવે 'તેમાં વારંવાર અટવાય
જીવન છે એટલે સ્વાભાવિક છે કે ચિંતા તો થાય।
Bu şiiri puanla
Henüz puan verilmemiş