ના મને પિંજરા માં... Na
M
0
Altın Yaprak
ના મને પિંજરા માં
શુક્રવાર,1 નવેમ્બર 2019
ના મને પિંજરા માંરહેવું ગમે
ના મન માં ખોટા વિચારો રમે
બસ ભ્રમણ કરતો રહું
અને વિચરતો રહું। મને પિંજરા માં
દુનિયા થી મને કોઈ ફરિયાદ નથી
એનો મન માં કોઈ વિવાદ નથી
દુઃખ થાય મન માં ઘણીવાર
પણ ના કરું કદી સામો વાર। મને પિંજરા માં
હૂ તો નિર્દોષ પારેવડું
મન થાય ઉડુ ઉડુ
મનોમન સંઘર્ષ કરૃ અને લડુલડુ
પણ ફરી પાછૂલાગે અતડુ અતડુ।મને પિંજરા માં
મન મા ના આવે લેશમાત્ર વિચાર
હંમેશા રહુ આગ્રહી, સુધારુ વિચાર
કલ્પના જેવો કોઈ આશ્રય નથી
મૂર્તિમંત કરવા જેવો કોઈ સ્વાશ્રય નથી। મને પિંજરા માં
કોઈ ધૂંસરુ બાંધે, એ પસંદ નથી
અવિચારું વાદવિવાદ ગમતો નથી
"આંખો માં પ્રેમ નિહાળવો" એમારી નબળાઈ છે
પણ મને લાગે છે એ માણસાઈ છે। મને પિંજરા માં
ગગન એ મારું કાર્યક્ષેત્ર
ન બનવા દઉં એને કુરુક્ષેત્ર
મારા નેત્ર હંમેશા પ્રેમ ને ઝંખે
હુંવંચિત ના રહી જાઉં રખે। મને પિંજરા માં
પ્રેમ નો મારે ભેખ લેવો છે
સંસારસાગર ને ખેડવો અને તરવો છે
ઉમંગ મને સાગરપાર લઇ જાય છે
પ્રેમની ઊર્મિઓ, હરખાઈ જાય છે। મને પિંજરા માં
આ હંસલા ને ઉડવુ ગમે
મન માં તરંગો આવે ને રમે
ના થાય ચિંતા એની હવે!
થશે બધું સારું હળવે હળવે। મને પિંજરા માં
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş