નાનમ Nanam
M
0
Altın Yaprak
નાનમ
વચ્ચે ના બોલવાની ટેવ પાડી છે
ટેકો પૂરાવવાની કે પછી હા માં હા કરવાના પાડી છે
ખબર ના પડે ત્યાં ચૂપ રેહવામાજ મજા છે
બધીજ બાબત 'ના'પાડો એ પણ એક સજાજ છે।
તમારી ગણતરી એક નકારાત્મક માણસ તરીકે થઇ જાય
તમને લોકો અવગણના કરતા થઇ થઇ જાય
તમારી બે માણસો માં પૂછ ના થાય
તમારા માટે આવું વાતાવરણ ઉભું થાય।
ના બોલવા માં નવ ગુણ
પણ સમય આવે પ્રહાર ના કરે તે મોટો અવગુણ
તક વારે વારે તમારી સમક્ષ આવતી નથી
અને તમે ના ઝડપો તો ઉભી પણ રહેતી નથી।
તમારું મૂલ્ય તમેજ આંકો
સાચા હો તોપણ ના રાખો ફાંકો
ઘણીવાર સાચું બોલવા માં મહાભારત સરજાય
કુટુમ્બ ના માણસો પણ સાથ છોડી જાય।
ટીકા ટિપ્પણ છોડી કામધંધે લાગી જાવ
કોઈ પણ કુટેવ હોયતો એને ત્યાગી જાવ
સમય ને વહી જાતા વાર લાગતી નથી
આબરૂ નો કચરો કરવામાં જરાપણ વિલંબ કરતી નથી।
આતો એક સહજ વાત થઇ
બધાને લાગતી વળગતી હતી એટલે ચર્ચા થઇ
બાકી આપણે કૈં ઓછા નથી
ના કહેવા માં આપણ ને જરાપણ નાનમ નથી।
Bu şiiri puanla
Henüz puan verilmemiş