પરાક્રમ પર્વ... Parakram
M
0
Altın Yaprak
પરાક્રમ પર્વ
શુક્રવાર,28 સપ્ટેમ્બર 2018
આ મોટું પરાક્રમ "પર્વ" છે
દુનિયા ને એના પાર ગર્વ છે
દેશ તો હંમેશા ઋણી રહેશે
ભારતવાસી તમોને નમન કરતા રહેશે।
કર્યો દુશ્મનો નો ખાત્મો
તેમની જજમીન પર કર્યો હલ્લો
સુતા ને સુતા જ ઢાળી દીધા
હબકી ગયા બધા જોતા જોતા।
પાડોશી દેશ થઈ ને દુશ્મની રાખે
આપણા દેશના સૈનિકોના, ખુન્નસ માં માથા વાઢે
દેશ માં જુવાન છોકરાઓ ને આતંવાદી બનાવે
પરદેશ માં પોતાના દેશ નૂનાક કપાવે।
દેશ ના વિકાસ માટે પૈસા નથી
લોકો ની સવલત માટે સાધન નથી
બસ આતંકવાદ ને પોસવો છે
પોતાના જ માણસો નો સંહાર કરવો છે।
ગાડીઓવેચી, ભેંસો વેચી
છતાં તંગડી ઊંચી ને ઊંચી
બધા દેશો એ કર્યો બહિષ્કાર
છતાં ના કર્યો આતંકવાદ નો નકાર।
સળગતી રાખવી છે સરહદ
હવેતો આવી ગઈ નીચતા ની હદ!
હવે તો મટવો જ જોઈએ વિવાદ
હાલ માં એક બીજા ને જોઈએ છે મદદ।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş