પરી... Pari
M
0
Altın Yaprak
પરી
મંગળવાર,27 નવેમ્બર 2018
પરી
દાદા ની દીકરી
વહાલી વહાલી છોકરી
જોઈ ને આંખો ઠરી।
આજે એનો જન્મદિવસ
જીવે સારુ વરસોવરસ
હેતાળ અને માયાળુ
ઘર માં લાગે જાણે અજવાળું।
છોકરી ઓ થી જ રહે ઘર
સમૃદ્ધિ થી ભરપૂર
દાદા ની વિશેષ કૃપા રહે
જાણે અમી વરસતું રહે।
નાજુક અને હસતો ચેહરો
એનો અવાજ મીઠો અને મધુરો
મારી આંખો માં ઠંડક લાવે
એને જોઈને સુખ નો આનંદ આવે
મારા ઘણા ઘણા આશિર્વાદ
સમાચાર આપતા રહો સુખદ
જીવન માં આગળ વધારા રહો
અને માં બાપ નો સ્નેહ સદા રહો।
હસમુખ અમથાલાલ મેહતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş