પ્રથમ સોપાન Pratham
M
0
Altın Yaprak
પ્રથમ સોપાન
ક્યાં છે સરળ?
હું રહ્યો એક બાળ
ભરવા મથું હરણફાળ
પણ વચ્ચે આવે દુશ્મન કાળ।
મન માં પ્રેમ કેમ ઉદ્ભવે?
ઉર્મિઓને પ્રેરે
આશાઓને મુર્તીમંત કરે
એને સાકાર કરવા હિમ્મત પૂરે।
શું છે પ્રેમ કરવા માટેનું બળ?
સ્વચ્છ વિચારો કે મનોબળ
જીવન જીવવા માટે એક પરિપેક્ષ
કે પછી માનવ જીવન નો એક સાદો ઉદ્દેશ।
જીવન માં પ્રથમ સોપાન
માતા કરાવે સ્તનપાન
પ્રાણ પુરે અને આપે મહાજ્ઞાન
કોઈ બને તત્વચિંતક અને કોઈ સંતમહાન।
આવો છે દુર્લભ સાંસારિક મેળો
જ્યાં ઉડે ખુશી ની છોળો
કોઈ રહે સાથે લાંબાકાળ
તો કોઈ મૃત્યું પામે અકાળ।
આવા જીવન નો મને છે ઘણો મોહ
રહેવાનો લ્હાવો અને જીવવું સહ
કોણ કહેછે જીવવા માં લાક્ષણિકતા નથી?
જીવતે જીવ જીવન માં સુખ પામતા નથી?
એણે તો મોકલ્યા છે સંદેશ સાથે
આપણે કેમ ઉપાડો કરીએ માથે?
આપણે તો પૂજારી અને પૂરક એકબીજાના
કેમ ના ઇચ્છીએ સુખ અને રાખીએ મનોકામના।
Bu şiiri puanla
Henüz puan verilmemiş