પ્રભુદર્શન કરવા કાજે, , , prabhudarshan
M
0
Altın Yaprak
પ્રભુદર્શન કરવા કાજે
તારે આંગણીએ આવ્યો છું
મધુરાદર્શન કરવા સાટે
તારે દ્વારે આવ્યો છું। પ્રભુદર્શન કરવા કાજે
મનમાં ઉમડતી આશાઓને
પૂરી કરવાને આવ્યો છું
જગમાં ઉઠતી ચિંતાઓને
દુર કરવાને આવ્યો છું। પ્રભુદર્શન કરવા કાજે
દિલમાં ઉપડતી મોહમાયાને
મૂળથી મટાડવા આવ્યો છું
તનમાં ઉભરતી અગનદાહ ને
જડ થી ઉખાડવા આવ્યો છું।
સારી નરસી મન અભિલાષા
પૂરી કરવાને આવ્યો છું
જીવન નું એક ચિંતિત સોપાન
પાછળ છોડી ને આવ્યો છું। પ્રભુદર્શન કરવા કાજે
વિષાદ ની વાદળીઓને પાછળ
ખુબ વરસાવી આવ્યો છું
વિષભાવ થી ખદબદ મેલા મન ને
ખુબ દુર મૂકી ને આવ્યો છું। પ્રભુદર્શન કરવા કાજે
ઘેરાયો છું ચારે તરફ થી ]
મારગડો મને મળતો નથી
વિનવું હું પ્રભુ અંતરમન થી
મુક્તિ નો મારગ મળતો નથી। પ્રભુદર્શન કરવા કાજે
દિલથી મારી વિનંતી નો પુકાર
દેશો ના કદી એનો પૂર્ણ જાકાર
હું એક પ્રાણી, માટી નો માનવ
થઇ ગયો હતો મન થી દાનવ। પ્રભુદર્શન કરવા કાજે
Bu şiiri puanla
Henüz puan verilmemiş