પ્રેમ થી જીતીશું Prem
M
0
Altın Yaprak
પ્રેમ થી જીતીશું
Sunday, May 6,2018
12: 21 PM
આવો એક કામ કરીએ
પ્રભુ નું ભજન પણ કરીએ
પેટ હોય ખાલી તો શિરામણ કરીએ
સાથે બેઠા હોય તો, સ્વાગત પણ કરીએ।
પ્રભુ એ પણ કહયું છે
આપણે પણ માંન્યુંછે
ભક્તિ નો માર્ગ છે જ જુદો
મત ભલે આપનો હોય નોખો।
એ ભક્તિ શું, આપણા કામની?
રહે મન માં હંએશાં, ક્રોધ ની અગ્નિ
ભભુ કે અંતર માં, વિષ કેરી જવાળા
પછી કોણ રહે આપણવાળા!
કરજો મન થી પ્રભુ ની ભક્તિ
જે થી ના આવે મન ની આસક્તિ
ના રાખો મન ને, કદી તમે શંકીત
થઇ જાશે જુદી જીવન ની હકીકત।
ભૂખ્યા ને દેજો, પેટભરભોજન
અહંકાર થી રેજો, દૂર ગણા જોજન
દિલ થી બનજો, તમે હરિ ના જન
જોડજો નાતો તન અને મન।
નથી વેર માં કોઈ સારું એવું સત્વ
આપણે ગુમાવીશું પ્રભુ નું તત્વ
પ્રેમ થી જીતીશું અને સુખ થી ગાઈશું
માણીશું, ભોગવીશું અને સિધાવીશું ધામ।
Bu şiiri puanla
Henüz puan verilmemiş