પ્રેમના વહેંણ સુકાઈ ગયા.. Prem Naa
M
0
Altın Yaprak
પ્રેમના વહેંણ સુકાઈ ગયા
કોઈ ના હોય સ્વજન તમારું
કરીને બતાવ પોતાનું
સમય ના વહેંણ વીતી જશે
કહેણ તારુ યાદ રહી જશે।
દિલાસો ખોટો કદી આપશો નહિ
વીતેલી પળો પર કદી આંસુ સારશો નહી
જે ગયું તે પાછું મળવાનું નથી
પણ મન મક્કમ કરવાનું ભુલશો નહિ।
જે દિલ માં છે તે હોઠો પર લાવ તું
લાગણી નાં સેતુ બાંધી ને બતાવ તું
દિલ દુભાય એવો મનસુબો સારો નહિ
જજબાત અને મોભો જાળવી ને બતાવ તું
કરજો સાથ બધા નો, જીવન પથપર
જીવવું આસાન નથી લાગણીઓના ઉપર
લટકે છે શ્વાસ મારો પ્રેમના નાજુક તાંતણે
મેહમાન પણ સારો લાગે પોતાના આંગણે।
કસર નાં છોડીશ તું, રહેજે સદા વહારે
દિન દુખીયાના બેલી હોજો સહારે
'કબીર પણ એ કહી ગયા, આપણે ભૂલી ગયા
પ્રેમના વહેંણ સુકાઈ ગયા ને નદી નાં પટ ખુલા થઇ ગયા।
Bu şiiri puanla
Henüz puan verilmemiş