રણ માં મળે વીરડી Ran Maa
M
0
Altın Yaprak
રણ માં મળે વીરડી
હેડકી આવી ને આવી યાદ
એની કેમ હોય ફરિયાદ
તમે ના આપો ધીમો અવાજ
પણ એની મીઠાસ તો આજે પણ યાદ આવેજ।
રહો છો જોજન દૂર
પણ સબંધ છે ભરપૂર
એક બીજાના હેત ની લાગણી
તેની કેમે હોય સરખામણી?
વાણી માં પણ મીઠાસ
કોઈ ના કરીશકે એનો પરિહાસ
હંમેશા કરવા પ્રેરે ઉલ્લાસ
મન માં ને મન માં થાય એનો એહસાસ।
આવા સબંધો ના હોય કોઈ પર્યાય
સ્વાર્થ નો સંબંધ તો તુર્તજ જણાય
એક બે વખત માં તો પરીક્ષા થઇ જ જાય
માણસ ને પારખવામાં સમય ના વેડફાય।
આજે સમય બદલાઈ ગયો છે
માણસ છેતરવા માં પાવરધો થઇ ગયો છે
કોઈ ના મન ની વાત તમે કળી શકતા નથી!
ચક્ષુ પાર પડેલા પડદા ને તમે હટાવી શકતા નથી।
છતાં આપણ ને રણ માં મળે વીરડી
નાનું વૃક્ષ પણ આપે શીળી છાંયડી
એક તરસ છિપાવે અને આપે કલેજે ટાઢક
બીજી પહુંચાડે ખુબજ આનંદદાયક ઠંડક।
આવી મનભાવન યાદ
ના માગે કોઈ સંવાદ
તે ને ના હોય લવાદ
બસ તમને ફક્ત લાગે આહલાદક।
Bu şiiri puanla
Henüz puan verilmemiş