રહેજો સાથ... Rahejo
M
0
Altın Yaprak
રહેજો સાથ
મંગળવાર,15 જાન્યુઆરી 2019
જીવન માં થતા રહેજો મેળા
આપણ રહીશું સદા ભેળા
ના જોશું વેળા, કવેળા
સંબંધોને રાખશું સુંવાળા।
રહેજો સાથ સદા હમારા
આપણા સંબંધ છે અનેરા
આતો પૂરવ જન્મની ધુરા
એક બીજા વગર અધૂરા।
મન ની હતી મારી કામના
મારી બનાવવાની હતી ભાવના
સોળે કળાએ ખીલેલુ એક ફૂલ
હંમેશા લાગતું મન ભાવન।
પ્રભુ નો રહ્યો આશીર્વાદ
આગળ વધ્યો સંવાદ
મળ્યા સમાચાર સુખદ
મન થયું ગદગદ।
આવા જીવન નું થાય ગૌરવ
જીવન થાય સમૃદ્ધ અને રહે નીરવ
થાય અંતરે અંતરે કલરવ
ના આવે કદી અવઢવ।
પ્રભુ તમે અમારા સારથી
પણ અમો રહયા સ્વાર્થી
જીવન રહ્યું દ્વિઅર્થી
પણ અમે ના લીધું મન થી
હસમુખ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş