રોજરોજ.. Rojroj
M
0
Altın Yaprak
રોજરોજ
ભૂખ વારંવાર લાગે
મન માં વિચારની ભૂતાવળ આવે
ભૂખ જરાપણ સહન ન થાય
જે હાથ માં આવે તે ખાવાનું મન થાય।
પેલી ડૉક્ટર ની સૂચના નજર સમક્ષ આવી જાય
ભાત કે પછી ગળ્યું ના ખાવાનું સૂચન હચમચાવી જાય
જીભ લબાકા મારે છે પણ ખાઈ શકતો નથી
સામે પડેલો હલવો મોં માં મૂકી શકતો નથી।
આતો કેવો કુદરત નો ન્યાય?
ખાવા દેવા માં પણ અન્યાય
આખી જિંદગી કેટલા બધા કાળા ધોળા કર્યા
હવે ઠરીઠામ થયા ત્યારે વિલા મોંઢે કર્યા।
શ્રીમંતાઈ નો મોહભંગ થઇ ગયો
પૈસો છે અઢળક પણ અળગો થઇ ગયો
હું ન ખાઈ શકું મન ને ભાવે તે
બસ લીલું ઘાસ અને ઘરવાળા ખવડાવે તે!
અરેરે! ગરીબ ને મોટીમસ મોકાણ
ભૂખ લાગે ત્યારે લાગે 'આવી છે કાણ'
આ પેટ પણ કેવી કરાવે છે વેઠ?
ભૂખ તો છે જ પણ શુષ્ક રહી જાય છે હોઠ।
'બાપા લાવી દો ને પેલી ચોકલેટ'
કાલે પણ સુવડાવી દીધી હતી ભૂખે પેટ!
મારું મન વ્યથિત થઇ જાય છે
ગરીબ ની પણ આ મોટી હાય છે।
ભગવાને જ્યાં પેટ આપ્યુ છે ત્યાં વરદાન આપ્યુ છે વેઠ
ખુબ પરસેવો પાડો ત્યારે માંડમાંડ આરામ મળે કેડ
શ્રીમંત કહેછે 'બસ પ્રભુ હવે અસહ્ય છે આ બોજ '
ગરીબ કહે છે આત્મજાત ' કેમે વહન કરીશ આ રોજરોજ'
Bu şiiri puanla
Henüz puan verilmemiş