રૂડો અભિગમ Rudo
M
0
Altın Yaprak
રૂડો અભિગમ
શું નથી આપ્યું ભગવાને?
ઉચ્ચ કુળ જીવવાને
અનેરો અવસર અને સંસ્કાર ભજવવાને
આનેજ તો આપણે જીવન કહેવાના ને?
કેટલા બધા લાડકોડ થી માબાપ ઉછેરે
તેમાં ધર્મ નો સાદાઈ થી ઉમેરો કરે
બધોજ સમન્વય પુત્ર અને પુત્રી માં
કુટુંબ પણ વખણાય સમાજ માં।
ભગવાને ખુબ સુંદર બનાવ્યા
જીવન માં જીવવા લાયક બનાવ્યા
પ્રતિષ્ઠા અને માનપાન અપાવ્યા
હવે જ તો આવ્યો છે વારો કહેવાનો કે આપણે શું પામ્યા?
જે છે તેનાથી સંતોષ
ના કોઈના થી આક્રોશ
બસ સત્ય અને અહિંસા એજ આપણું ખરું વચન
સાદાઈ નું હંમેશા કરવું ચયન।
બાહરી દેખાવ પાછળ ગાંડા ના થવું
આંતરિક દેખાવ ને વધારે સ્પર્શવું
એજ વધારે કામ આવશે આગળ ચાલી ને
જીવન માં અતી ઉત્તમ એવું નવીન પામીને।
અમે જાણ્યું છે જીવતર નું રળતર
હંમેશા સાનિધ્ય માં રાખ્યા માવતર
આશીર્વાદ પણ ખુબ મળ્યો
"જીવતર મળ્યું જીવવાને' એવો રૂડો અભિગમ પણ ગમ્યો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş