'સમય ઘણો બળવાન છે' samay ghano

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
'સમય ઘણો બળવાન છે' કોણ સાચું કોણ ખોટું? બસ મન ને રાખો મોટું બાકી કોણ છે તમારું સગું? બધાજ છે તકવાદી અને લે ભાગું। 'મારુ જ વચન સત્ય ' ને બધા કહે તે અસત્ય એ જરા વધુ પડતું કેહવાય વધારે પડતો બફાટ ગાંડપણ માં ગણાય। જીવન રજ ની પણ જરૂર પડે મરણશૈયા માટે ગજ જમીન નો ખપ પડે 'કોણ રહેછે જીવન પર્યંત જીવનસાથી ' એતો ત્યાર જણાય જયારે નીકળે ઘરે થી અર્થી! 'હું પ્રેમ કરું છું ' કેહવું ઘણુંજ સહેલું છે જીવન માં તેનું વહન કરવું એટલુજ દોહ્યલું છે 'પ્રેમ નો એકરાર' એટલે જીવન મરણ સુધી નો કરાર એમાં થી કોઈ ના છટકી શકે કે પછી થઇ શકે ફરાર સુકી છાયડી કે પછી ચડતી પડતી એતો આવતી જતી ને ચાલુ રહેતી 'જીવન નૈયા ' હંકારે એજ સાચો સારથી કેહવાય બાકી બધાની ગણતરી સ્વાર્થી માં ઉમેરાય જીવન માં દોસ્ત કે દુશ્મન બધાજ આવે બધાની સાથે રેહવું પડે પછી ફાવે કે નાં ફાવે નદી ની રેત પર તમારે પાણી નાં રેલા ની જેમ વહેવું પડે હૃદય માં વેદના થાય તોપણ સહેવું પડે ઘણા બધા આડંબર કરી ને વિશ્વાસ જગાડશે પોતાનો સ્વાર્થ હશે તો ઊંઘમાંથી પણ ઉઠાડશે તમારે જાતે નિર્ણય લેવાનો છે કે હવે શું કરવું? અસત્ય નો પડકાર કરવો કે પછી ચુપચાપ રહેવું! જીવન કાયરતા થી તો નાજ જીવાય પછી ભલે સામનો કરતા શહીદ થઇ જવાય 'સમય ઘણો બળવાન છે' એ સત્ય પણ સમજવું પડે 'વગર વિચાર્યે પગલુ નાં ભરવું 'એ પણ મગજ માં રાખવું પડે

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.