સોના ની ખાણ Sonaa
M
0
Altın Yaprak
સોના ની ખાણ
Thursday, May 24,2018
11: 16 AM
ીવન એ તો સોના ની ખાણ છે
એના જેટલા જરીએ વખાણ તેટલા ઓછા છે
સમજો પ્રભુ એ આપેલો પ્રસાદ છે
એના માં જેટલો સમજો એટલો પ્રતિસાદ છે।
એને આપણે ટૂંકાવી ના શકીએ
બીજા ની જિંદગી પણ ખતમ ના કરી શકીએ
પ્રભુ નો રોષ આપણે વહોરવો પડે
ઘણીવાર આપણે તેનો ગેબી માર સહવો પડે।
પસ્તાવાનો નો વખત આવે, ત્યારે પાછીપાની ના કરવી
નતમસ્તક થઇ અને ઘૂંટણીએ પડી આજીજી કરવી
આપના પશ્ચાતાપ ના આંસુ વ્યર્થ નહિ જાય
સમજી લો કે એ બહેરા કાને નહિ અથડાય।
શા માટે આપણે વિષમય જીવન બનાવવું પડે?
ભલે ને ક્રોધ, અહંકાર અને તામસ અંદરોઅંદર લડે
આપણે મિતભાષી અને સહૃદય ના રહી શકીએ?
બીજાના દુઃખ માં ભાગીદાર ના બની શકીએ?
જો આજ વિડંબણા અને સચ્ચાઈ છે
તો પછી આપણામાંજ સમસ્યા સમાઈ છે
હું જ સાચો અને બીજા બધા તુચ્છ!
તો પછી ક્યાંચી કોઈ આપશે પુષ્પ?
માનવજીવન દુર્લભ અને બહુમૂલ્ય છે
દેવો માટે પણ અકલ્પ્ય અને અમુલ્ય છે
આપણ ને કયા આધારે પ્રાપ્ત થયું એ મોટો વિચાર માગી લે છે
"સંસાર નો મારગ છે શૂરા નો " અને કાયરો નો એ મોહભંગ છે
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş