સ્થાન કાયમ રહેશે Sthan Kaayam

M Mehta Hasmukh Amathaal Mehta Hasmukh Amathaal
0 Altın Yaprak
સ્થાન કાયમ રહેશે માતા પિતા ની સરખામણી જ ના હોય તેમના તો જેટલા આશિર્વાદ મળે તેટલા ઓછાજ હોય આગ ઝરતી ગરમી હોય કે પછી હાડ ગણાવતી ઠંડી બન્ને હંમેશા ચિંતા કરતા હોય મોડી રાત સુધી। હું સાંભળવાની કોશિસ કસરતી પણ તેનો અર્થ મળવાની આશા ઓસરતી મારું મન હંમેશા તેમના મોઢા પર હાસ્ય જોવા કોશિશ કરતુ પણ એ કદી તેમનું મન કળવા ના દેતા અને મારા મન ને આ વાત નિરાશ કરતુ। કદાચ એમને વધારે મેહનત કરવી પડતી હશે અમારા મોટા થવાની ચિંતા તેમને સતાવતી હશે મમ્મી તો પિતાજીના કામ માં સાથ આપતી બધોજ ભાર પોતાના માથે રાખતી। ન રહી શકી અમારી વચ્ચે વધારે એને લઇ જતાં હું જોતી રહી દ્વારે જાણે ઘરનું ઓજસ જ જતું રહયું અમને બધાને પાછળ રડતું મૂકી ગયું। બાપુજી ને અમે મોટાભાઈ કહેતા ત સદૈવ બીજા ને કહેતા રહેતા 'છોકરીઓ ના ઘર નું હું કદી ના ખાઉં' આજ વાત અમારા માટે રહેશે હંમેશા હરખાઉં। હંમેશા તેઓ મદદ માટે તત્પર રહેતા લોકો પણ સદા વખાણ કરતા રહેતા મજૂરીના પૈસા લેવાનું એકે એમ કહીને ના પાડી 'અમારા માટે કાકાએ કામ માટે કદી ના નથી પડી' 'આવો અમૂલ્ય વારસો અમને મળ્યો' તેના આભારી છીએ અમે બધા સુખી છીએ અને એનું અનુસરણ કરી રહ્યા છીએ જીવી તો બધા જશે પણ સ્મૃતિ માં તેમનું સ્થાન કાયમ રહેશે અમે બધાએ, સમય સમય પાર તેમને યાદ કરી સ્થાન આપવાનું રહેશે।

Bu şiire çeviri ekle ·

Bu şiiri puanla

Henüz puan verilmemiş

Yıldıza dokunarak 1–10 arası puan ver

Yorumlar

Yorum yapmak için giriş yapmalısın.

Giriş yap

Bu şiire henüz yorum yapılmamış. İlk sen ol.

Sana daha iyi bir okuma deneyimi sunabilmek için sitemizde çerez kullanıyoruz. Kişisel verilerin KVKK ve GDPR kapsamında işlenir; hangi çerezlere izin verdiğini dilediğin zaman değiştirebilirsin.