સ્વર્ગ ની દુનિયા Swarg
M
0
Altın Yaprak
સ્વર્ગ ની દુનિયા
સ્વર્ગ ની દુનિયા
તારો અડગ વિશ્વાસ
અપાવે મને સુખદ સાંસ
હું ડૂબી જાઉં સપનોના સાગર માં
શોધી રહું તેને મારી ગાગર માં।
જેણે મને ચીંઘી સફળ રાહ
તેને કેમે કરી દઉં હું છેહ!
મારું મન બોલી ઉઠે છે "વાહ"
બાકી કોની હું રાખું પરવાહ।
વધાર્યો જેણે મારો આત્મવિશ્વાસ
તેનો મને ઘણોજ છે એહસાસ
હું તેને મારા દિલ ની મલિકા માનું છુ
એનો પડ્યો બોલ હું જીલી લઉઁ છું।.
અમે એક બીજાના પૂરક
હું બોલું ત્યારે તે હસેછે મરક મરક
હું નરક ને ભૂલી સ્વર્ગ નો અનુભવ કરું છું
સાથે રેહવા ના રોમાંચ નેઅવારનવાર મન માં સંઘરો કરું છું।
મારૂ સોણલું સાકાર થશે
એક નવી દુનિયા આકાર લેશે
જે માં અમારા અરમાન નો પ્રતિઘોષ હશે
જેમાં સ્વર્ગ ની દુનિયા નું પ્રતિબિંબ આકાર લેતું હશે
Bu şiiri puanla
Henüz puan verilmemiş