તમારી શૈલી Tamari
M
0
Altın Yaprak
તમારી શૈલી
દિલ ની ઊર્મિ અને લાગણી
કદી ના કરી એને માટે માંગણી
પણ એને માટે કદી શરત ના હોય
એને રજૂઆત કરવા માટે પાંપણો નીચે જોતી હોય।
કહેવું છે પણ ના કહી શકતી હોય
સ્વીકાર છે પણ બોલતી ના હોય
એની વાત પાર રમુજ ના હોય
બસ હા કહેવાનો મોકો શોધવાનો હોય।
આ વસ્તુ જીવન માં રેહવાની જ છે
શ્વાસ ની જોડે જોડે ચાલવાની એક પ્રકિયા છે
ગમાડવું અને તેને સ્વીકારવું એ એક સાલસતા છે
સામાન્ય માણસ ની મહેચ્છા અને એક માનતા પણ છે।
લાગણી એજ જીવવાનો મનોરથ
સંસાર નો આગળ ચાલે રથ
સવાર હોય સહનશીલ માનવ મહેરામણ
પછી ના હો કોઈ પણ ગભરામણ।
જીવન મારેજ જીવવાનું છે
દુઃખ પણ મારેજ જીરવવાનું છે
જે પણ સુખ ની ક્ષણો મળી છે તેને અપનાવવાની છે
પણ તેનો આધાર તમારી શૈલી અને સ્વીકારવાની રીત નો છે।
Bu şiiri puanla
Henüz puan verilmemiş