ઢોલીડા ઢોલ તું વગાડ, , Dholida
M
0
Altın Yaprak
ઢોલીડા ઢોલ તું વગાડ
શનિવાર,27ઓક્ટોબર 2018
ઢોલીડા ઢોલ તું વગાડ
દાદા ના ઉઘડે કપાટ
હસતા ચેહરા ના દર્શન થાય
મારું હૈયું ઘણું હરખાય।
દાદા ના ચક્ષુ દેખાય
કરુણા નો સાગર છલકાય
મોઢું જાણે બોલું બોલું થાય
મારા દિલ ના દ્વાર ખુલી જાય।
જીવન માં હતો અભરખો
મારે સુધાર વો મનખો
કોઈ ના આવે વીઘન કે ડખો
સમય નો ચાલે ચરખો।
હું અભાગી ને અબુધ
નથી જીવન ની કોઈ સુધબુધ
પડુ તમારે ચરણે
સંભાળ જો દાદા, આવ્યો તમારે શરણે।
મારો જન્મારો સફળ થયો
જીવન નો હેતુ બર આવ્યો
નથી બચી હવે કોઈ લાલસા
બસ પૂરી થઇ આજ આશા।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş