ટૂંકો રસ્તો... Tunko
M
0
Altın Yaprak
ટૂંકો રસ્તો
Thursday, February 21,2019 8: 47 PM
ના બાંધ તું વાડા જાતપાત ના
ના કર તું અપમાન રીતભાત ના
આપણે બધા એકજ બાળક ભગવાન ના
મનુષ્ય ના રૂપ માં દૂત ઉપરવાળા ના।
આપણે બધા શાંતી થી રહીએ
હળીમળી ને શાંતિ જાળવીએ
એક બીજા પ્રત્યે ના રાખીએ અવિશ્વાસ
આબાદ બની ને રહીએ આખરી સાંસ।
કેટલો ટૂંકો છે ગાળો
પોતાની જાત ને જ સંભાળો
આપણી પાસે છે નાનો વયગાળો
તેને બનાવીએ રસમય અને હૂંફાળો।
જેણે અપનાવ્યો ટૂંકો રસ્તો
તેને ના રહ્યો કોઈ વાસ્તો
બસ સ્વાર્થ માટે જ જીવ્યો
અને ભારરૂપ બની રહ્યો।
આપણે કરીએ નંદનવન
અને ઢાળીએ અનુરૂપ જીવન
ના રહેશે કોઈ મનપર ભાર
પણ સુખ મળશે અપાર।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş