ઉંઘા ચશ્મા Undha
M
0
Altın Yaprak
ઉંઘા ચશ્મા Undha
તમારી ઈચ્છાશક્તિ
અને તેમાંજ ભક્તિ
કોઈને પણ પૂછો
કહેશે 'તારક' ને પૂછો
ચોરે ને ચૌટે
રેસ્ટોરન્ટ માં કે ત્રિભેટે
તારક મહેતા નું મોટું નામ
આજે થઇ ગયા શેષનામ।
શૈલી આગવી
બધાને સમજ આવે તેવી
મર્મ આપણ ને સમજ માં આવે
હસવું પણ ખુબજ આવે
વિશાળ જગ માં ચશમાં પહેરાવ વા
એને લાક્ષણિક શૈલી માં પરોવવા
જનતા સમક્ષ જોરદાર રજૂઆત
આજ તો હતી તેમની ખાસિયત।
આજે સદેહે અમર થઇ ગયા
પોતા ના અંગ નું પણ દાન કરી ગયા
ભાગ્યે જ શુક્રનો તારો જમીન પાર જોવા મળે
આખું જીવતર સમાજ અર્પ્યું સેવા માટે।
તમે કવિ હો કે મહાત્મા
રહે છે એક અનુકંપીત આત્મા
જે કલમ વડે તમને અનુભૂતિ કરાવે
હસાવે અને અંતમાં રડાવે।
મારા અને સમસ્ત ચાહક વર્ગ તરફ થી શોકલાગણી
દિલ થી આપીને સ્વરાંજલી
આંખો છે અસ્રુભીની
વિદાય તમારી ભાવભીની।
Bu şiiri puanla
Henüz puan verilmemiş