ઉડન થઇ જાશું Udan Thai
M
0
Altın Yaprak
ઉડન થઇ જાશું
માર ખાઈને પણ રાખ્યો ગાલ લાલ
ખચકાણો મિત્રોને આપતાં સચિત્ર અહેવાલ
અતો સારું થયુ કે કોઈ ખબરી હાજર નહોતો
બાકી બંદા ના ગામ માં આબરૂનો ખુબ ધજાગરો થયો હોત।
આ વખતે ઓ હેમખેમ ઉગરી ગયા
શનિ મહારાજ ની પનોતી પાર પાડી ગયા
'ઘરવાળા તો ઘરવાળા' બધાએ પસ્તાળ પાડી હોત
ગામ માં અમારા નામે એક વધુ આળ ચડી ગયું હોત
પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
જમીન માં દાટો તો પણ રહે આડી
વાંદરો ગુલાટ માંરવાનું થોડું ભૂલે?
પછી ભલેને થઇ જાય વલે।
આ વખતે સમય જુદો હતો
માથા ઉપર કાળો કાળ મંડરાતો હતો
ગામના ઉતારની છોકરી જોડે આંખમીચાણા થચા
મને થયુ હવે તો પાસાપોબારા થયા।..
'હાલ ને મેળે 'સાંભળી ને થયો અચંબો
મે પણ ગાઢ થવા દીધો ઘરોબો
એણે પણ મન માં વાંળી હતી એક ગાંઠ
બીજી સહેલીયો જોડે કરી દીધી સાંઠગાંઠ।
ઝાડ નીચે ઉભા રેહવાની નિશાની હતી
મૂરખ ને બોધપાઠ આપવાની ગણત્રી હતી
આપણે તો રાજાપાઠ માં આવી ગયા
'આગળ શી વલે થવાની છે' એનો અણસારો પણ ચુકી ગયા।
'વહાલા કોને કોને પસંદ કરશો'?
કાન માં અવાઝ સાંભળતાજ હું ભડ્ક્યો
માતા દુર્ગા ઓ સજ્જ થઇ ને સત્કારવા હાજર ર્હતી
મારા મન માં હાજર સમસ્યા હતી।
'આબરૂ વહાલી હોય તો ભાગ' દિલે ના માન્યું
પણ મન માં ન મન માં સત્ય સ્વીકાર્યું
'સર સલામત ત્તો પગડી બહુત'
મન માં તરત વિચાર આવ્યો' ભાગી લે તરત।
મેં ઉન્ધુ ઘાલી ને દોટ મૂકી
રહી સહી શાખ ને હોડ માં મૂકી
'જાન બચસે તો ફરી વિચારીશું'
પણ હમણાં તો ઉડન થઇ જાશું।
Bu şiiri puanla
Henüz puan verilmemiş