વંદન કરું.. Vandan Karu
M
0
Altın Yaprak
વંદન કરું, નમન કરું
નીશ દિન તમારુ સ્મરણ કરું
દુખ આવે, સુખ આવે તો પણ
ચરણો માં હું પુષ્પ ધરું।
મંદિર જાઉં, દેવળ જાઉં
મન માં આવેતો કીર્તન ગાઉ
લાખ ભૂલવાને થાય પ્રયાસો
દિલ ને આપું ઘણો દીલાસો।
વસો તમે છો એક એક કણ કણ માં
સર્વે જીવો માં તમને પાઉં
કદી કરુ ના હું અવગણના
દિલ માં શાંતિ સદા હું પાઉં।
પાપો કર્યા છે આ ભવ માં ઘણા
ઘણી ને ઘણાવું પણ ઘણી શકાય નાં
આખો જન્મારો સેવામાં માં અર્પું
પાપ નો ભારો ખામી શકાય નાં।
મહામુલો અવતાર દીધો છે
ભવસાગર તરવાનો અવસર દીધો છે
હરદમ, હરઘડી, હરપળ સમરું
જીવન જીવવાનો લહાવો દીધો છે।
શાંતિ ફેલાવું, અહિંસા મનાવું
કરુણાસાગર ને દિલ માં સમાવું
દિલ માં વસેલી ઘણી બદિયો ને
જડ થી મીટાવું, દુર કરાવું।
ભૂલ્યો ભટક્યો પંથ થી મારા
'દર્શક' બનજો તમે અમારા
પ્રભુ જી વસજો અંતર માં હમારા
ભટકું કદી નાં રાહ થી મારા।
જીવતર મારું ઉજ્જવળ હોજો
પરપીડા દુર મારા થી થાજો
એક રટણ બસ મન માં હોજો
મૃત્યુંપીડા પણ સુખમય હોજો।
Bu şiiri puanla
Henüz puan verilmemiş