વફાદારી માલિક ને જ Vafaadaari
M
0
Altın Yaprak
વફાદારી માલિક ને જ
ઝાંઝર નો ઝંકાર
નિશાની છે અહંકાર
સ્ત્રી કરે હુંકાર
કરી લો કદી જીવન માં સાક્ષાત્કાર।
હંધું હમું હાલે છે
ખરો ખેલ કાલે છે
જીવન માં ફૂલ ખીલશે
કે પછી ખરી પડશે।
પૈસો હશે તો વાહવાહ
બાકી કરતા રહો આહ! આહ
આ બધા ઠઠારા અને ભપકા
થઇ જશે ખાલી સપના।
ખપ પૂરતું જ બોલો
કોઈ મળી જાયતો તો કહો 'હેલો'
પછી ના કહો 'ક્યાં થી મળી ગયો સાલો'
દિવસ આખો આજે ધુળધાણી થઇ જવાનો'
બદલો અને સ્થાન જરૂર મોભા પ્રમાણે મળે છે
કૂતરો વફાદાર પણ સુવાનુ બહાર જ મળે છે
મુગટ માથે જ હોય અને હાર ગળા માં
ઝાંઝર ભલે સોનાની અને સુંદર હોય પણ એનું સ્થાન છે પગ માં।
જ્યાં શોભતું હોય ત્યાંજ શોભે
કમળ તો તળાવ મા જ ખીલે
ફૂલ તો પભુને જ અર્પિત થાય
વફાદારી માલિક ને જ સમર્પિત થાય।
Bu şiiri puanla
Henüz puan verilmemiş