વરસી પડયા... Varsi
M
0
Altın Yaprak
વરસી પડયા
રવિવાર,5 એપ્રિલ 2020
વા, વાદળા ને વરસી પડયા
મારાદીલ ને હંફાવી રડાવી મુક્યા
હતો કારમો ઘા ને હલાવી ગયા
જખમ હતી પુરાયેલો, તાજા કરીગયા।
આપી ગર્જના અને ડણક
એ તો હતી ગર્ભિત સૂચનાઅને સનક
મારા દિલ ને દીધો, મોટો ઝાટકો
મન ને હલાવી મૂકી ને માર્યો ફટકો।
જીવન ની ડોર ને તમે સજીવન રાખી
સેવા કરી તન, મન ને મૂકી
ના રાખ્યો મોહ જીવન માં તલભાર
મારે તો માનવો રહ્યો આભાર।
આવા ભવ માં જીવવું છે દુષ્કર
માથું મારે ઝુકાવવું પુષ્કર
ના મળ્યા છે કદી કોઈ ના તિરસ્કાર
હંમેશા લીધો તમે લોકો નો આવકાર।
ગોકુળ, વૃંદાવન અહીં જ વસાવ્યું
ઘર ને સાચે જ સ્વર્ગ બનાવ્યું
પારકા ને અપનાવી કરી બતાવ્યું
જીવન ને સાર્થક કરી મોત ને સજાવ્યું।
ના હતો જીવન નો તમને મોહ
ચાલ્યું રાખ્યો નીતરતો સાચો સ્નેહ
ના કદી કહયા કોઈને કડવા વેણ
આંખો નીતરતી રહી પ્રેમ ના વહેણ।
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş