છે મંજુર Chhe
M
0
Altın Yaprak
છે મંજુર
દિલ તો હતું ધડકતું
પણ કૈ જ ના સમજતુ
કોઈ ને ના પરખતું
પણ રહેતું હંમેશા હસતું।
ખીસું ખાલી
બસ જમા નામે "ખાલી તાલી"
મન માં પણ ઘણી તાલાવેલી
જેમ સજાવે સપના કોઈ નઈ નવેલી।
ના કહો તો દર્દ ઓછું ના થાય
છુપાવો તો જલ્દી છતું થઇ જાય
પણ આ તો દિલ છે 'ખરી સમૃદ્ધિ '
ક્યાં હોય છે પ્રેમી પંખીડા માં થોડી ઘણી બુદ્ધિ?
પ્રેમી પંખીઓને ક્યાં છે ડર?
થોડેજ તો દૂર છે મૃત્યુ નું ઘર
પણ પોતે છે બેખબર
સજાવવું છે સાજન નું ઘર।
પ્રેમી પંખીઓને ક્યાં છે ડર?
થોડેજ તો દૂર છે મૃત્યુ નું ઘર
પણ પોતે છે બેખબર
સજાવવું છે સાજન નું ઘર।
પ્રેમ નો ક્યાં છે પર્યાય?
કોઈ તો બતાવે ઉપાય
ભગવાને ઉત્તમ પ્રેમ નો આપ્યો સંદેશ
માણસ હોય રહેતો દેશ કે પછી વિદેશ।
શું રહેતું હશે તમારા દિલ માં?
કેવી હલચલ રહેતી હશે દિમાગ માં
આ બધુ શબ્દ માત્ર થી ના કહી શકો
તે તો માત્ર આંખોથી જ વર્ણવી શકો।
એની ભાષા એક છે
સંદેશ એક છે
પનપવા દો આ ભાષા ને કોઈ દોષ વગર
આપજો સાથ જો આપનુ દિલ કહે "છે મંજુર'
Bu şiiri puanla
Henüz puan verilmemiş