જીવન વિખેરાઈ જશે.. Jivan
M
0
Altın Yaprak
જીવન વિખેરાઈ જશે
'ભીખ જિંદગી 'ની કદાપિ નહિ
મૃત્યુદેવ પાસે પણ નહિ
કાળા માથા ના માનવી પાસે તો હરગીઝ નહિ
શું છે એની પાસે આપવા માટે અહીં । જીવન વિખેરાઈ જશે
માનવતા નું ઝરણું તો ઉપર થી આવ્યું છે
આપણે એને સરળતાથી સમાવ્યું છે
શું અમીરી અને શું ગરીબી આપણા જીવન માં?
ફક્ત અને ફક્ત ફરક છે આપણા ચિંતન માં। જીવન વિખેરાઈ જશે
કાલે મારું શું થશે?
છોકરા મોટા થઇ ગયા છે!
ભણવા માટે ફીસ નથી, ખાવા માટે ધાન નથી
અપમાન ને સહન કરવાની શક્તિ નથી। જીવન વિખેરાઈ જશે
આ બધું રોજનું થઇ ગયું
જીવન સંઘર્ષમય અને રણમેદાન થઇ ગયું
'સાચું જીવન કેમે વીતાવવું' એક સ્વપ્ન થઇ ગયું
'રખે ને કોઈ ચૂક થઇ જાય' વિચારમાત્રથી જ ફફડી ગયું। જીવન વિખેરાઈ જશે
વિશ્વાસ છે મને મારા 'વિશ્વાસ' પર
ખરી શ્રદ્ધા છે અંતિમ સાંસ ના ઉચ્છવાસ ઉપર
'ખોટું તો નહીંજ કરું' આવો અભિગમ છે જીવનપર્યંત
ભલેને પછી ચડવો પડે અડીખમ પર્વત। જીવન વિખેરાઈ જશે
સાંભળ્યો છે અને સંભાળ્યો છે
નથી ચળવા દીધો કે નથી આંતર્યો છે
બધુજ સમું સુતરૂં પાર પાડ્યું છે
તારા આશિષ નું ઝરણું હંમેશા વહ્યું છે। જીવન વિખેરાઈ જશે
ના કરાવતો હવે કોઈ ભૂલ કે હાનિ
નહિ તો થઇ જશે ધૂળધાણી કે માનહાની
કશે જ મોઢું કે આબરૂની પતાકા નહિ ફરકે
જીવન વિખેરાઈ જશે કટકે કટકે। જીવન વિખેરાઈ જશે
Bu şiiri puanla
Henüz puan verilmemiş