કહેવા જેવું કઈ નથી... Kaheva
M
0
Altın Yaprak
કહેવા જેવું કઈ નથી
Saturday, November 30,2019
8: 51 AM
જગ માં મારે કહેવા જેવું કઈ નથી
દુનિયા થી અળગા રહેવું સહેલું નથી
લોહીના છે સંબંધ ઘણા, હરખાવા જેવું કઈ નથી
મારા ને તારા કરવા જેવું હાલમાં તો ક્યાંય નથી।જગ માં મારે કહેવા જેવું કઈ નથી
કરવા જાઉં સારું હું તો ફળ નીઈચ્છા કોઈ નથી
લાખ પુકારું કોઈને પણ, સાંભળવા સારું કોઈ નથી
આ જગ માં સમજો પોતાના પણ, સગુંવહાલું કોઈ નથી
જેટલા સમજો સાન માં પણ યાદ રાખવા જેવું નથી। જગ માં મારે કહેવા જેવું કઈ નથી
પોતાનું સુખ જાતે ભોગવો, આનંદપણ ખુબ માણવો
મળ્યો છે મનખો લાખ ટકાનો લાભ એનો ઉઠાવવો
દુખીયા નેટેકો આપીને ભવ ને જાતે સુધારવો
સહન કરવું પડે તો પણ બળાપો કદી ના કાઢવો। જગ માં મારે કહેવા જેવું કઈ નથી
જેટલું જોયું તે મારે માટે સમજવા સાટે પૂરતું છે
ના સમજો તમે જાણી જોઈને, જીવન પણ અપૂરતું છે
મનખો તમે સુધારી લો ભૂલ ને તમે સમજી લેજો
મૃત્યુ થવાના સમય પેલે, સમા ને તમે પરખી લેજો। જગ માં મારે કહેવા જેવું કઈ નથી
બચી કૂચી જીવન ની ડોર ને, પ્રભુ ના હાથમાં સોંપી દેજો
મન થી મનમાં પ્રણ ને લેજો, માફી બધાની માંગી લેજો
અંતઃકરણ થી શુદ્ધિ શાન થી, મન થી બધાને ખમાવી લેજો
પ્રભુ સ્મરણ થી બે શબ્દો ને, મન ને ખુબ મનાવી લેજો। જગ માં મારે કહેવા જેવું કઈ નથી
હસમુખ અમથાલાલ મહેતા
Bu şiiri puanla
Henüz puan verilmemiş