પ્રેમ ની હાટડીm Prem
M
0
Altın Yaprak
પ્રેમ ની હાટડી
તમારા જ હોય
જો દિલ થી માન્યા હોય
ભરોસો ગળા સુધી નો હોય
સાથ દરવાજા સુધી સીમિત ના હોય।
આવું ગણિત હોય તોજ આગળ વધવું
પ્રેમ નું ગણિત છે અટપટું
એમાં એક વત્તા એક બે ના થાય
બસ એક માં એક સમાઈ જાય।
રહેછે દિલ ધડકતું એક બીજા માટે
ઝંખે એક બીજાને નીરખવા કાજે
કૈંક છે જાદુ એના શબ્દો માં
ખોવાઈ જવાનું મન થાય યાદો માં।
નથી ખસતો ચહેરો મારી યાદમાં થી
કૈંક ને કૈંક મેળવું છું સંવાદ માં થી
એના બોલ મારા કર્ણપટલ પર અથડાયા કરે
એનું સમર્થન બંને ના પડછાયા કરે।
ભૂલ થાય પણ ખરી
પણ રાખવી એમાં સબૂરી
નથી કોઈ ચીજ સારી કે બુરી
એતો પ્રીત જ છે અનેરી।
પ્રીત એટલે દેહ ની લાલસા નહિ
બસ જોવાની ઈચ્છા સહસા અહીં
ના મળો તો દિલ માં અજંપો આવે
કૈંક ખૂટે છે એવું મન માં સાલે।
પારખવાનું કામ વાણિયા નું કે ઝવેરી નું
ખરો માણિક ખૂંચવવા નું કામ વેરી નું
આપણે ઓ મસ્ત ભલા, હાલ્યા પ્રેમ ની હાટડી માં
મળી જશે ઘણા મારા જેવા જગ ની હાટડી માં।
Bu şiiri puanla
Henüz puan verilmemiş