પ્રભુ, મને માફ કરો-Prabhu
M
0
Altın Yaprak
પ્રભુ, મને માફ કરો
રવિવાર,20 જૂન 2021
અક્ષમ્ય ગુનાઓ ને માફ કરી તારો
સહન નથી થતો હવે જન્મારો
સમસ્ત જીવન માં ગુના કરનારો
અંતરાત્મા ને પણ છેતરનારો...પ્રભુ, મને માફ કરો
નાની વાત ને, ના સમજી શક્યો
જીવન ના મહત્વ ને, પણ ના સમજયો
વાત-વાત માં છલ અને કપટ
એમાં પણ પાછો વળી રહ્યો લંપટ..પ્રભુ, મને માફ કરો
સેવા પુજા તો કોરે રહી
પણ બદનામી ચોરે અને ચૌટે રહી
લોકો મોઢું ફેરવી ને ચાલે
એમના મન માં મારો અણગમો સાલે...પ્રભુ, મને માફ કરો
જાતે સમજવાનો મોકો જ ના મળ્યો
આ જન્મ મને ના જ ફળ્યો
કેટલા કેટલા ના મન દુભવ્યા!
પવિત્ર સંબંધો પણ ના સાચવ્યા......પ્રભુ, મને માફ કરો
આટલી બધી કેમે આસક્તિ?
કેમ ના સુજી મને ભક્તિ?
મોહમાયા નું આ બિહામણું રૂપ
મને કેમ આવ્યું અનુરૂપ? ...પ્રભુ, મને માફ કરો
આજે પટકાયો હું ધરતીપર
મન માં ને મન માં ઉદ્ભવ્યો તિરસ્કાર
કરી ઉઠ્યો હું જાતપર ફિટકાર
મને લાગ્યું કે કરૂ જોરથી ચિત્કાર....પ્રભુ, મને માફ કરો
જીવન ની નૈયા થઈ ડગમગ
સંસાર લાગે અંધકાર પછી ભલે હોયે ઝગમગ
ભીનો થઇ જાઉં વર્ષા ની રીમઝીમ
ઉતારું પાપ ના કપડા બની જાઉં હું હેમ...પ્રભુ, મને માફ કરો
ડૉ. હસમુખ મેહતા
ડૉ. સાહિત્યિક
Bu şiiri puanla
Henüz puan verilmemiş