રહે હિફાજત થી Rahe
M
0
Altın Yaprak
રહે હિફાજત થી
સારો સવાલ છે
જવાબ પણ સરળ છે
માતાઓ સુખે થી રહે છે
ભલે ના મળે જગા ઘરમાં પણ આશ્રમ માં રહે છે।
લોકો મન માં લગાવ છે
આત્મા માં મન ને સળગાવતો દાનવ છે
ઘણી જ મજબૂરી છે બે જગા ને સાચવતાં
આંખે અંધારા આવી જાય છે સંબંધ ને રાખતા।
'માં અને વહુ બેજ વિલન ' એમ જાણકારો નું કેહવું છે
સાપ અને નોળિયો સાથે ના રહી શકે તેવું તેમનું માનવું છે
પણ ઘણી માતાઓ વહુને દીકરી સમાન દરજજો આપે છે
'ઘર માં તેનું માન અને સન્માન' જળવાય તેનો ખ્યાલ રાખે છે।
પણ કયું ઘર ખાલી છે જ્યા વાસણ ના ખખડે!
વહુ અને સાસુ ના વેણ સાંભળવા ના મળે
રોજ નવા નવા નુસખા સામે આવે
બિચારા દીકરા ને સાંભળવાનો સમય આવે।
સારો વિચાર ઘણા ને આવ્યો
વૃધ્ધાશ્રમ નો વિચાર ઘણોજ વધાવ્યો
ઘણા માં બાપ વૃદ્ધાશ્રમ ને જ પસંદ કરે છે
જ્યા ઘણા બધા રહે છે અને સમય પસાર કરેછે।
આટલા બધા વૃધ્ધો એકજ જગાએ?
જાણે જગા આપીછે રહેવા માટે સગા એ
કેટલો બધો શાલીન વિચાર છે માતા પિતા માટે
એકેજ ઉભું થયું છે વૃંદાવન અસહાય અને ઘરડા ઓ સાટે।
આપણે નહિ સુધારી શકીએ સામાજિક વ્યવસ્થા
પણ જરૂર થી રાખીએ આસ્થા
માતા પિતા ઘર માં રહે હિફાજત થી
યા વૃદ્ધાશ્રમ માં રહે ઈજ્જત થી।
Bu şiiri puanla
Henüz puan verilmemiş